Monday, September 17, 2018

મુખ્યમંત્રી અમૃતમ (MA-મા)અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય (MAV–મા.વા.) કાર્ડ યોજના માહિતી

સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત

આ માહિતી માત્ર જાણકારી માટે છે. તેની સત્યતા અને અદ્યતનતાની ખાત્રી સુજ્ઞ  વાચકે અધિકૃત સ્ત્રોત જેવા કે  www.magujarat.com , ટોલ ફ્રી નંબર 18002331022  કે સરકારી ઠરાવ (G.R)માંથી મેળવી લેવી. અહીં આપેલી માહિતી અંગે માહિતી આપનાર કે વાહક માધ્યમ(carrier media)ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેતી નથી.

આરોગ્ય સારવાર માટે એક રાહત રૂપ ગુજરાત સરકારશ્રીની મુખ્યમંત્રી અમૃતમ (MA - મા કાર્ડ)
અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય (MAV – મા.વા. કાર્ડ) યોજનાની આછી રૂપરેખા

ગરીબી રેખા નીચે જીવતા (BPL) કુટુંબો અને મધ્યમ વર્ગના કુટુંબો માટે સરકારે નક્કી કરેલ ગંભીર બીમારીઓની સારવાર સરકારે ઠરાવેલ  પેકેજ રેટ અને કુટુંબની વાર્ષિક રૂ. ૩(ત્રણ) લાખ સુધીના લાભની મર્યાદામાં સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં /પોતાના નાણા આપ્યા વગર  (કેસલેસ)  અથવા અમુક મર્યાદા સુધી આંશીક મફત મળી રહે તેવો આશયથી આ યોજના શરુ કરવામાં આવેલ છે. કેટલીક નવી ઉમેરાયેલી ટ્રાન્સપ્લાન્ટેશનની સારવારની પ્રોસીજરો  માટે લાભની આ મર્યાદા ઠરાવેલ પેકેજ રેટને આધીન રૂ. ૫ (પાંચ) લાખ સુધીની છે.  


આ યોજનાના મુખ્ય પાસા નીચે મુજબ છે:  
·         BPL કુટુંબોની યાદીમાં આવતા કુટુંબોને મા કાર્ડમાં સમાવવામાં આવે છે. યાદીમાં નામ હોય તો આવા કુટુંબો માટે આવકનો દાખલો રજુ કરવાની જરૂર નથી. 
·         જે કુટુંબની વાર્ષિક આવક ૩ (ત્રણ) લાખથી ઓછી હોય તેમને મા.વા. કાર્ડ યોજનામાં સમાવવામાં છે. આવા કુટુંબો માટે આવકનો દાખલો રજુ કરવો જરૂરી છે.
·         મા કાર્ડ અને મા.વા.કાર્ડ નીચે કુટુંબના વડા અને તેમના જીવનસાથી અને બીજા ત્રણ આશ્રિતો એમ વધુમાં વધુ પાંચ સભ્યોને આવરી લેવામાં આવે છે. કાર્ડ કઢાવ્યા પછી નવજાત શીશુનો જન્મ થાય તો છઠ્ઠા સભ્ય તરીકે ત્રણ વર્ષની ઉંમર સુધી નવજાત શીશુને સમાવવામાં આવે છે. કાર્ડ કઢાવતી વખતે  નવજાત શીશુનો જન્મનો  દાખલો રજુ કરવો જરૂરી છે. 
·         પરિવાર દીઠ પાંચ સભ્યોની મર્યાદામાં “આશા” (ASHA) આરોગ્ય સેવક કાર્યકરો,વર્ગ -૩ અને વર્ગ – ૪ ના ફીક્ષ પગારના કર્મચારીઓના પરિવાર તથા શ્રમયોગી (UWIN) કાર્ડ ધારકના પરિવાર તથા  એક્રેડીટેડ (નોંધાયેલ) ખબરપત્રીઓના પરિવારનો પણ મા.વા. કાર્ડમાં સમાવેશ કરવામાં આવેલ છે.
·         સીનીયર સીટીઝન (૬૦ વર્ષ થી વધુ વય) કે જેમના કુટુંબની વાર્ષિક આવક ૬ (છ) લાખથી ઓછી છે તેમને પણ મા.વા. કાર્ડ યોજનામાં સમાવેલ છે. બીજા શબ્દોમાં કહીએ તો ત્રણથી છ લાખની આવકવાળા કુટુંબોનાં સીનીયર સીટીઝનનો મા.વા. કાર્ડમાં થાય છે પણ તે કુટુંબના  અન્ય સભ્યોનો સમાવેશ થતો નથી. આ માટે સીનીયર સીટીઝનની  ઉંમરનો માન્ય પુરાવો આપવો જરૂરી છે.
·         કામદાર રાજ્ય વીમા યોજના (ESIS) હેઠળ નોધાયેલ પરિવારો આ યોજના નીચે લાભ મેળવવા પાત્ર નથી.
·         યોજના નિયમો પરિપૂર્ણ (comply/fulfill) કરી શકતા હોય તેવા પેન્શનરો અને તેમના કુટુંબીજનો (વધુમાં વધુ પાંચ સભ્યો) પણ યોજનામાં આવરી લેવાયા છે.
·         એક કુટુંબને એક વર્ષમાં રૂ. ૩ (ત્રણ) લાખની મર્યાદામાં કેશલેસ (પોતાના નાણાં આપ્યા વગર) સરકારે ઠરાવેલ બીમારીની તબીબી સારવાર સરકારે ઠરાવેલ પેકેજ રેટની મર્યાદામાં મળી શકે છે. મર્યાદા ઉપરનો ખર્ચ દર્દીએ ભોગવવાનો રહે છે.
·         દાખલ ફી, તપાસ(કન્સ્લ્ટેશન) ફી, દવા, દર્દીને હોસ્પીટલમાં જમવાનું, લેબોરેટરી રીપોર્ટ  કે સારવાર ખર્ચ પેટે પાત્રતાની અને પેકેજ રેટ ની મર્યાદામાં દર્દીએ કોઈ રકમ ચુકવવાની રહેતી નથી.
·         હોસ્પિટલમાં દાખલ થયા પછી રજા આપ્યા પછીના ૧૦ દિવસ સુધીનો સારવારનો ખર્ચ મર્યાદાને આધીન મળવા પાત્ર છે.   
·          ઘરેથી હોસ્પિટલ સુધી જવા આવવાના દરેક વીઝીટ વખતે હોસ્પિટલમાંથી રજા લેતી વખતે ભાડા પેટે રૂ. ૩૦૦/- મળી શકે છે. આ ચુકવણીમાં વાહનનો પ્રકાર અંતર કે સમયને ધ્યાનમાં લેવામાં આવતો નથી. આ રકમ રૂ. ૩ (ત્રણ) લાખના કવચની મર્યાદાનો ભાગ ગણાશે.   
·         તબીબી સારવાર સરકારે માન્ય કરેલ સરકારી કે ખાનગી હોસ્પિટલમાંથી મેળવવાની રહે છે.
·         કીડની, લીવર કે પેન્ક્રીયાસના ટ્રાન્સપ્લાન્ટેશન માટે રૂ. ૫ (પાંચ) લાખ સુધીનો લાભ મળી શકે છે.
·         કાર્ડ કઢાવ્યા પહેલાની  જો કોઈ બીમારી હોય તો તેને પણ કાર્ડ કઢાવ્યા પછી તરત આવરી લેવામાં આવે છે.

મા કાર્ડ અને મા.વા. કાર્ડ કઢાવવાની કાર્ય પધ્ધતિ: 

યોજન સારી રીતે અમલમાં મૂકી શકાય તે હેતુથી દરેક કુટુંબને પાત્રતા મુજબ પ્લાસ્ટીકનું મા કે મા.વા. કાર્ડ મફત કાઢી આપવામાં આવે છે (મા કાર્ડ રાખોડી રંગનું હોય છે અને તેનો નંબરના આંકડા ૧ થી શરુ થાય છે જયારે મા.વા. કાર્ડ કેસરી રંગનું હોય છે અને તેના નંબરના આંકડા ૪ થી શરુ થાય છે).

આ કાર્ડમાં કાર્ડનો નંબર, કુટુંબના વડાનો ફોટો, સરનામું વગેરે હોય છે. કાર્ડ કાઢી આપવામાં માટે સરકારે ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટથી કામગીરી સોપાયેલ છે. આવી એજન્સીઓને જે સ્થળે કાર્ડ કાઢી આપવાની કામગીરી કરે છે તેને કીયોસ્ક કહે છે. સામાન્ય રીતે તાલુકા આરોગ્ય કચેરી અને શહેરી વિસ્તાર માં અર્બન હેલ્થ સેન્ટરમાં કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા હોય છે. કાર્ડ કઢાવવા માટે લાભાર્થીએ પોતાના વિસ્તારના કીયોસ્ક સ્થળે જવાનું રહે છે. મા કાર્ડ રીન્યુ કરાવવાનું રહેતું નથી પરંતુ મા. વા. કાર્ડ ત્રણ વર્ષ પછી રીન્યુ કરાવવાનું હોય છે જેના  માટે રીન્યુ કરેલ કે નવો આવકનો દાખલો રજુ કરવો જરૂરી છે. મા કાર્ડ કે મા.વા. કાર્ડ સરકારે માત્ર નક્કી કરેલ રોગોની  સારવાર અને નક્કી કરેલ હોસ્પિટલ માટે જ માન્ય છે.  લાભાર્થી ગમે તે જિલ્લા કે શહેરનો હોય પણ તે ગુજરાતના કોઈ પણ જિલ્લા કે શહેરમાં આવેલી માન્ય કરેલી હોસ્પિટલમાં લાભ લઇ શકે છે. આથી શક્ય હોય તો આ અંગે હોસ્પિટલમાં જતા પહેલા જરૂરી તપાસ કરવી અથવા શક્ય ના હોય તો હોસ્પિટલમાં પહોંચતા જ હોસ્પિટલમાં નીમવામાં આવેલ આરોગ્ય મિત્રને કાર્ડ બતાવવું. આરોગ્ય મિત્ર કાર્ડ કોમ્પ્યુટરમાં ચેક કરી દર્દીનું નામ અને આંગળાની છાપની ચકાસણી કરી આગળની કાર્યવાહી કરશે અને ગુણદોષના આધારે ડૉકટરશ્રી ને જાણ કરશે. ડૉકટરશ્રી  રોગની ચકાસણી કર્યા  બાદ જો આ યોજના અંતર્ગત સારવાર મળવા પાત્ર હશે તો સારવારની કાર્યવાહી હાથ ધરશે. સારવાર પૂરી થયા બાદ હોસ્પિટલમાંથી રજા લેતી વખતે જરૂરીયાત પ્રમાણે દવા  આપવામાં આવશે અને આવવા જવાના ભાડા પેટે ૩૦૦/- રૂપિયા પણ આપશે અને કાર્ડ દર્દીને પરત કરશે. માન્ય હોસ્પિટલની માહિતી ટોલ ફ્રી ટેલીફોન નંબર ૧૮૨૦૦૩૩૧૦૨૨ ઉપરથી મેળવી શકાય છે.    

કાર્ડ કઢાવવા માટે જરૂરી સાધનીક કાગળો / પુરાવા:-

·             મા કે મા.વા. કાર્ડ કઢાવવા માટેનું યોગ્ય રીતે ભરેલું અરજી ફોર્મ. આ ફોર્મ કીઓસ્ક ઉપર મફત અપવામાં આવે છે.
·             આવકનો દાખલો (કુટુંબના વડા તરીકે રેશનીંગ કાર્ડમાં જેનું નામ હોય તેના નામનો હોવો  જોઈએ). બીપીએલ યાદીમાં નામ હોય તો આવકના દાખલાની જરૂર નથી.
·             બારકોડ વાળું રેશનીંગ કાર્ડ. જે સભ્યોનો મા કે મા.વા. કાર્ડ માં સમાવેશ કરવાનો હોય તેનું નામ રેશનીંગ કાર્ડ માં હોવું જરૂરી છે.
·             કાર્ડમાં જે સભ્યોને સમાવવાના હોય તેમનો ફોટાવાળો ઓળખનો પુરાવો (આધાર કાર્ડ કે ફોટાવાળું મતદાર કાર્ડ)
·             જે દાખલા-પુરાવા રજુ કરવાના હોય તેની એક-એક ઝેરોક્ષ ઓરિજીનલ પુરાવા સાથે રજુ કરવાની હોય છે.  
·             સાધનિક કાગળોના ઓરીજીનલ પુરાવા કીયોસ્ક ઉપર હાજર વેરીફાઈગ ઓથોરીટી (V.A. / ચકાસણી અધિકારી)ની સમક્ષ રજુ કરવાના હોય છે. રજુ કરેલા પુરાવા જો ચકાસણી અધિકરીને પૂરતા અને સંતોષકારક લાગશે તો જ કાર્ડ કાઢવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. કોઈ એક સરકારી અધિકારીને વેરીફાઈગ ઓથોરીટી તરીકે નીમવામાં આવે છે.  
·             કાર્ડ કઢાવવા માટે કોઈ પણ જાતની ફી કે ખર્ચ આપવાનો રહેતો નથી.
·             મા કે મા.વા. કાર્ડનો ઉપયોગ સરકારશ્રીની અન્ય કોઈ યોજના માટે થઇ શકશે નહી.

આવકનો દાખલા અંગે નોંધ:-

 કુટુંબના વડા જ્યાં રહેતા હોય તે વિસ્તારને લાગુ પડતા નીચેનામાંથી કોઈપણ અધિકારીએ આપેલ આવકનો  દાખલો આવકના દાખલા તરીકે સ્વીકારવામાં આવે છે :
(૧) જિલ્લા કલેક્ટરશ્રી (૨) જિલ્લા વિકાસ અધિકારી શ્રી (૩)નાયબ કલેકટરશ્રી / મદદનીશ કલેકટર/પ્રાંત ઓફિસરશ્રી (૪) નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી (૫) તાલુકા મામલતદારશ્રી (૬) તાલુકા વિકાસ અધિકારીશ્રી (૭) નાયબ મામલતદારશ્રી

ઉંમરનો પુરાવા અંગે નોંધ:-
 
સીનીયર સીટીઝન તરીકે જે વ્યક્તિ મા.વા.કાર્ડ લેવા પાત્ર હોય તેમણે ઉંમરનો પુરાવો આપવાનો રહે છે જેના માટે નીચેનામાંથી કોઈ પણ એક દાખલો  માન્ય છે :  (૧) જન્મનું પ્રમાણપત્ર (૨) શાળા છોડ્યાનો દાખલો (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ - LC) (૩) પાન (PAN) કાર્ડ (૪) પાસપોર્ટ (૫) આધાર કાર્ડ  (૬) ડ્રાઈવીંગ લાઈસન્સ (૭) સીવીલ સર્જનનો દાખલો  (૮) મામલતદારનો સીનીયર સીટીઝનનો દાખલો  

કીઓસ્ક ઉપર ફોટા પડાવવાની વિધિ અને માહિતી સંગ્રહ:

કુટુંબના જે સભ્યોને કાર્ડમાં સમાવેલા હોય તેમનો બધાનો કુટુંબના વડા સાથી એક સમૂહ ફોટા લેવામાં આવે છે અને દરેક સભ્યનો વ્યક્તિગત એક ફોટો પણ લેવામાં આવે છે. ઉપરાંત બધા સભ્યની માહિતી અને અંગુઠા  અને આંગળીઓની છાપ પણ લેવામાં આવે છે. કીયોસ્ક ઉપર આપવામાં આવેલ સાધનીક કાગળો, ફોટા, બંને હાથના અંગુઠા અને આંગળીઓની છાપ તથા મા/ મા.વા કાર્ડ ની  વિગત મધ્યસ્થ  માહિતી સંયંત્ર (સેન્ટ્રલાઈઝડ સર્વર)માં રાખવામાં આવે છે જેને અધિકૃત કર્મચારી પાસવર્ડની મદદથી કોઈપણ સ્થળેથી કોઈપણ સમયે જોઈ શકે છે જેથી કાર્ડનો દુરુપયોગ અટકાવી શકાય છે. કાર્ડ ખોવાઈ જાય, તૂટી જાય કે અંગુઠા / આંગળાની છાપ (ફીંગર ઇમ્પ્રેસન) મળતી (મેચ) ના થતી હોય કે કાર્ડમાં કોઈ સભ્યનું  નામ ઉમેરવાનું હોય કે કાઢી નાખવાનું હોય કે કુટુંબ એક જીલ્લો છોડી બીજા જીલ્લામાં રહેવા જાય તેવા કિસ્સાઓમાં લાભાર્થીએ તાલુકા કીયોસ્ક ઉપર જઈ જરૂર  ફેરફાર કરાવવો જરૂરી છે.

આ યોજનાના નિયમોમાં અગાઉથી જાણ કરીને કે કર્યા સિવાય સરકારશ્રી ગમે ત્યારે ફેરફાર કરી શકે છે.

ખાસ નોંધ: આ માહિતી માત્ર જાણકારી માટે છે. તેની સત્યતા અને અદ્યતનતાની ખાત્રી સુજ્ઞ  વાચકે અધિકૃત સ્ત્રોત જેવા કે  www.magujarat.com , ટોલ ફ્રી નંબર 18002331022  કે સરકારી ઠરાવો/પરિપત્રો (G.Rs/Circulars)માંથી મેળવી લેવી. અહીં આપેલી માહિતી અંગે માહિતી આપનારની કે વાહક માધ્યમ(carrier media)ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેતી નથી. 


=૦=૦=      

Monday, August 20, 2018

Success story of Gujarat Infotech Ltd (Jamsab Group)

26 Years' Journey of Gujarat Infotech Ltd (Jamsab Group)

Our successful completion of 26 years of a corporate journey is naturally a good reason to be proud of. This is more so on the part of the founder Mr M A Patel, hailing from a farming community of a sleepy small village of North Gujarat. Mr Patel, a technocrat who was compelled to resign his lucrative overseas job in a multinational corporation due to war in that country and leave the war torn land all of a sudden, heading to Mother India. In his search for a gainful economic activity for a living, he, against the unsolicited advice of relatives and friends, ventured in to setting up a computer training centre, under the name JAMSAB, in 1990 on a small scale in Visnagar, a small town in Gujarat. 

However, luck would have it, the venture failed for want of sufficient students. He realized his mistake of selection of the location for upcoming computer technology and soon shifted to a rented house in Ahmedabad and also shifted the training centre to Ahmedabad.
 
Typical to a new start-up, the beginning was difficult even after shifting the training centre to Ahmedabad.  Computers were just an object of curiosity confined to a few scientific research laboratory and banks’ training centres. Computers were considered as a curse for employment as our country was teeming with millions of unemployed youth. The future of computer did not augur well at that time. However, Mr Patel persevered in his efforts as his perception about the future of computer was totally different – and the omnipresent use of computers has vindicated his foresight.   

To secure a toe hold in the venture, he added one more vertical of assembling and selling computers. Moving on, he added one more vertical of scanning and digitization under Govt contracts. This vertical changed the growth trajectory of the JAMSAB which was converted into a limited company and was registered in 1995. Since then the company has been progressing steadily and earning profit as a result of team work of its dedicated 700 employees. More importantly, the Company has carved out a niche in the fields in which it operates and earned confidence of all the stake holders.

A small training centre set up with a sole object of earning a living has grown into a full-fledged public limited company, a conglomerate encompassing following verticals:

1
Data Processing Services
2
e-Governance (Aadhar Card, CSC)
3
Desktop Software Dev with ALM
4
Web based Applications
5
Website Design, Dev & Maintenance Services
6
e-Commerce
7
Mobile App Dev (Android & IOS OS)
8
IT Training, including Project Training
9
Training Management System
10
Networking
11
Facility Mgt Services (Providing Skilled Manpower)
12
Branded Bulk SMS services
13
Content Writing
14
Proofreading
15
SEO Services
16
Inventory Management System
17
Management Information System (MIS)
18
App/Database Migration & Modernization
19
Attendance Management System (AMS)
20
Complaint Management System (CMS)
21
Work Flow Management System
22
Enterprise Resource Planning (ERP)
23
Net work of CSPs/BCAs-Financial Inclusion (SBI and BOB)
24
National Pension System (NPS) for Pension Plan
25
Trading and Distribution of Computer Hardware and Consumables, CCTV, Bio-metric Devices, POS Machines.


Vision Statement:

“Standout out as the most reliable Information Technology company in the domains we operate.”

 Mission Statement:

“Working in an innovative way deploying the latest technology, we at Gujarat Infotech Ltd strive hard to provide solutions to our customers facilitating them to concentrate on their core business and create win – win situation”.

Values we cherish:

High business ethics, inclusive growth with stability.

Quality Policy
 
“Gujarat Infotech Ltd is committed for continual progress in order to achieve Customer Satisfaction by providing Customer Centric, Cost Effectiveness, Timely and Qualitative Software, Net working and Training Solution”

Our Logo:

Our logo reflects the founder’s basic tenets of doing business. It is deduced from Bhagwat Geeta. The Company’s all employees are guided, in their day to day work, by the principles enunciated by the logo. Our logo is not just our corporate identity but it is a motto for each employee to live by.

Way Ahead:

Mr Patel is in the process of handing over the baton to his son Mr Alpesh Patel, a young man with lots of insight in business and Information Technology. Alpesh Patel has been working as Managing Director since many years which has equipped him necessary experience to lead the Company with accelerated speed.  
=0=0=